Ayurvedic upchar - Gharelu upchar,ayurvedic gharelu nuskha

    આયુર્વેદ - પરમાત્માએ આપેલ આ મનુષ્ય શરીર ધર્મનું સાધન છે.શાસ્ત્રોમાં,વેદો-પુરાણોમાં તેનો ખૂબ જ મહિમા ગવાયો છે છતાં તે વિનશી,ક્ષણભંગુર અને અનિત્ય પણ છે ' શરીર વ્યાધિ મંદીરમ' માનવ તન રોગોનું ઘર છે તેનો એક એક રુવાડે અઢી અઢી રોગો રહેલા છે.અમારો આ લેખ તંદુરસ્ત રહેવા માટે આટલું કરો |ayurvedic upchar જે આપને તંદુરસ્ત રાખવા માં મદદ કરશે કેમકે અનેક રોગોની ઇન્દ્રજાળ વચ્ચે આપણા શરીરની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય જાળવી રાખવું એ આપણા સોંનું સ્વકર્તવ્ય છે

Ayurvedic upchar - Desi dava,Gharelu upchar,ayurvedic
Gharelu nuskha


ayurvedic upchar, desi dava,gharelu upchar,gharelu nuskha,Ayurvedic

  • રાતના સમયે જલદી ઊંઘી જઇને વહેલી સવારે સુર્યોદય પહેલા ઉઠી જાઓ.
  • સવારે પથારી છોડી દીધા પછી મળત્યાગની ક્રિયા પતાવતા પહેલા કોગળા કરી બે ગ્લાસ પાણી પીવો.
  • દંતમંજન કર્યા પછી જીભ સાફ કરી,આંખો પર ઠંડુ પાણી છાંટો જેથી નેત્રજ્યોતિ વધશે
  • બ્રશ કર્યા પછી ચા પીવાનું ટાળો, અડધા લીંબુનો રસ અથવા ત્રિફળનું ચૂર્ણ લેવું તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકારક છે.
  • સ્નાન કર્યા પહેલા શરીર પર તેલની માલિશ કરો.
  • સ્નાન કર્યા પછી એકાંતમાં ધ્યાન ધરીને બેસો.એકાગ્રતા પૂર્વક જીવન વ્યવહાર પર ચિંતન કરો.
  • સ્નાન કર્યા પછી થોડા લીંબડા ના પાન ચાવો
  • ભોજન ખૂબ જ હલકુ અને તરત પચે એવું કરો, ઘરડા લોકોએ ભૂખ કરતા થોડું ઓછુ જમવું જોઈયે.
  • દિવસ દરમિયાન બે વખત ભોજન કરો.ઉત્તમ તંદુરસ્તી માટે ભૂખ હોય એના કરતાં થોડું ઓછું જમો.
  • સવારે નાસ્તામાં ફળાહાર કરો,ફણગાવેલા ધાન અતિ  ઉત્તમ છે
  • રેશાવાળા ખાદ્ય પધાર્થો આંતરડાને મજબૂત બનાવે છે,એટલે એનો ભોજનમાં સમાવેશ કરવો જોઇયે.
  • સ્વચ્છ પાણી વઘારે પ્રમાણમાં પીવું જોઈએ,જેના કારણે કબજીયાત ન થાય
  • રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં એક ચમચી દેશી ઘી અને ત્રણ ચમચી મધ મેળવીને પીવાથી શરીર નિરોગી રહે છે
  • દરરોજ રાત્રે ઓછામાં ઓછી આઠ કલાક ઊંઘ લ્યો.
  • ક્રોધ,ચીંતા તેમજ માનસિક તાણ જેવી શરીરને નુકશાન કરતી ક્રિયાઓથી દૂર રહો.
  • આમળા,મીઠું,આદું, હરડેનું કોઇને કોઇ રીતે નિયમિત સેવન કરવું જોઇયે
  • ભોજન સાથે સલાડ તેમજ ફળો જરૂર ખાવ
  • રાત્રે સૂતા પહેલા હાથ પગ સ્વચ્છ પાણીથી ધોવાથી ઊંઘ સારી આવશે
  • અઠવાડિયામાં એક વખત અથવા બે વખત શરીર માલિશ જરૂર કરો,જેથી લોહી ફરવાની ગતિ વધશે અને શરીરમાં ચુસ્તી સ્ફૂર્તિ વધશે
  • વજન ઘટાડવા માટે ના ઉપાયો માટે અમાંરો લેખ વાંચો 
  • પરસ્પર વિરોધી વસ્તુઓ માં ખાવી ન જોઇયે,જેમકે કેળા અને છાશ,અડદની દાળ અને દૂધ વગેર આહાર ન લેવો
  • ભોજન કર્યા પછી તરત જ દોડવું,વધારે મેહનત ન કરવી જોઈએ તેમજ તરત ઊંઘવું પણ ન જોઈએ
  • સૂતી વખતે કયારેય માથા ઉપર કે માથા નીચે હાથ રાખવો નથી
  • ક્યારેય પગની આંટી ચડાવવી નહીં,પગની આંટી ચડાવીને સૂવું કે બેસવું નહીં
  • ક્યારેય ઊંધા સૂવું નહિ.
  • કયારેય ટૂંટિયું વાળીને સૂવું નહીં.
આ બધી વાતો ધ્યાન માં રાખીને એવી જ રીતે વર્તવાથી તંદુરસ્તી જનવાય રહેશે.

તમે પણ નિરોગી રહી શકો છો 

  • ભાઈઓ, બહેનો અને બાળકોએ સૂર્યોદય સમયે સૂર્યનમસ્કાર કરવા
  • શુદ્ધ હવા અને ખુલ્લી લીલોતરીયુક્ત જગ્યામાં નિયમિત બે ચાર માઈલ ચાલનારને કોઈ રોગો થતા નથી અને થયા હશે તો વહેલા મટે છે
  • કોઈપણ દર્દ થાય એ આપણી જ ભૂલનું પરિણામ છે એમ સમજી યોગ્ય દવા કરવી અને દર્દ મટ્યા પછી તેવી ભૂલ ન કરવી.
  • સાદું જીવન સાત્વિક ખોરાક ઉત્તમ વાંચન ઉત્તમ વિચાર બ્રહ્મચર્ય, સત્કર્મ,શાંતિ ,મધુરવવાણી, ક્રોધરહિતપણુ વગેરે સદાચાર પાળવાથી કોઈપણ દર્દ વહેલું મટે છે
  • નિર્દોષ આનંદ અને હસી ખુશી એ ઈશ્વરી ઔષધિ છે

આયુર્વેદની અમૃતવાણી

  • વહેલા સૂવું અને વહેલા ઉઠવું ઉઠીને ઇષ્ટદેવનું સ્મરણ કરવું
  • ધર્મ વિના સુખ નથિ તેથી ધર્મમાં તત્પર રહેવું
  • યાચકની,આચાર્યની,માં-બાપની અવગણના ન કરવી
  • સંપત્તિ અને વિપતિમા સદા એકસરખું મન રાખવું
  • નિંદા ઇર્ષાથી દૂર રહેવું ,નહોતી તમારા શારીરિક વેરી બનશે.

આયુર્વેદ ની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે

  • અનાજમાં રાતા ચોખા
  • કઠોળમાં મગ
  • ફળોમાં કાળી દ્રાક્ષ
  • શાકમાં પરવળ
  • ભાજીમાં ખરખોડી અને તાંજળીયો
  • કંદમૂળ માં આદુ
  • તેલમાં તલનું તેલ
  • મીઠામાં સિંધવ
  • પાણીમાં ઉકાળેલું મીઠું પાણી
  • ઔષધિ માં હરડે
  • દાંતણમાં કરંજ
  • દૂધમાં ગાયનું દૂધ
  • વિહારમાં બ્રહ્મચર્ય
  • કસરતમાં સૂર્યનમસ્કાર

અમારો આ પ્રયાસ તમને પસંદ આવે તો તમે તમારા મિત્રો,સાગા સબંધી,પરિવાર ના સભ્યોને આ મોકલવા વિનંતિ, જેના થી અમને વધુ આત્મવિશ્વાસ આવશે.

અમારા આ બ્લોગ માં તમને આયુર્વેદ,અને આયુર્વેદિક ઉપચાર,એટલે કે ayurvedic dava,ઘર માં જ થતો gharelu upchar,અને આપણી ભાષા માં કહીયે તો desi dava, અને gharelu nuska,પ્રાચીન ગ્રંથ આધારિત માહિતી તમારા સુધી પોહચે એ અમારો પ્રયાસ છે.ayurvedic,દવા માટે અમારા આ બ્લોગ ને સહયોગ આપો એવી પ્રાર્થના.

અન્ય desi dava ની માહિતી માટે જોડાયેલા રહો

Timbi hospital વિશે જાણવું જરૂરી છે 

સ્વામી શ્રી નિર્દોષનંદજી માનવસેવા હોસ્પિટલ 
Swami nirdoshanand manav seva hospital
Timbi,Bhavnagar,Gujarat

અહીંયા તમામ સારવાર મફત માં કરવા માં આવે છે , અહીંયા કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી , તમામ રોગો માટે અહીંયા સારવાર upchar કરવામાં આવે છે , અહીંયા તમામ ઑપરેશન થાય છે,રહેવા જમવા ની સગવડ ધરાવતા આ હોસ્પિટલ માં દરરોજ હજારો લોકો સારવાર લે છે ,અહીંયા શ્રી સ્વામી નિર્દોષનંદજી મહારાજ નો આશ્રમ પણ આવેલો છે.

કેવી રીતે જવું timbi hospital ? 

Timbi જવા માટે વાયા Dhola junction સુધુ ટ્રેન મળી રહશે,ધોળા થી 2 કિલોમીટર છે , Dhola junction સુધી આખા ભારત માંથી ટ્રેન મળી રહે છે ,timbi ઉમરાળા તાલુકા માં આવેલું છે અને વલભીપુર થી નજીક થાઈ છે જો રોડ માર્ગથી પણ સહેલું પડે છે

માનવસેવા એજ પ્રભુ સેવા તમે આ માહિતીને જરૂરિયાતમંદ લોકો સુધી પોહચાડવા વિનંતી 



આવનાર લેખ :  કબજિયાત,પથરી,આંખના રોગો,કાનના રોગો,ચામડીના રોગો,અશક્તિ નબળાઈ,ધાતુસ્રાવ,સ્ત્રી રોગ,હરસ-મસા, ડાયાબિટીસ,વાળના રોગો,વાળ ખરવા, વાળ વધારવા,મોતિયો,દુઃખાવો,ગુમડા,દાદર,ખીલ,શરદી,તાવ વગેરે રોગો માટે desi dava ની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.

વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો 




ટિપ્પણી પોસ્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું