pathri ni dava in gujarati | પથરી દૂર કરવાના ઉપાયો

નમસ્કાર,સૌથી પીડાદાયક બીમારી એટલે કે પથરી,જ્યારે દર્દ થાય ત્યારે સહન ના કરી શકીએ એટલી પીડા થતી હોય છે તો કોઈ ને સામાન્ય પીડા થતી હોય છે પણ એનો ઉપાય શુ ? એલોપેથી દવા કે  આયુર્વેદિક ઉપચાર ? તો તમાંરી આ મૂંઝવણ માટે કેમ છો ગુજરાત,લાવ્યું છે પથરી ની દવા એટલે કે gharelu nuskha જેમાં તમને મળશે તમામ રોગોના આયુર્વેદિક ઉપચાર અને desi dava અને કેટલીક જાણવા જેવું જે  તમને બનાવશે તંદુરસ્ત.

pathri ni dava in gujarati | પથરી દૂર કરવાના ઉપાયો
પથરી ની આયુર્વેદિક દવા

પથરી મટાડવા ના ઉપાયો | kidney stone dieses in gujarati

  • લીંબુના રસમાં સીંધવ મીઠું મેળવીને ઉભા ઉભા પીવાથી પથરી મટે છે
  • ગાયના દૂધની છાશ માં સિંધવ મીઠું નાખીને ઉભા ઉભા રોજ સવારે 21 દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
  • ગોખરુનું ચૂર્ણ મધ માં ચાટવાથી પથરી ઓગળી જાય છે.
  • ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાકવાથી પથરીનો ચૂરો થઈ પેશાબ વાટે નીકળી જાય છે.
  • કારેલાનો પાનનો રસ કાઢી તેમાં સુરોખાર નાખી રોજ પીવાથી પથરી ઓગળી જાય છે.
  • પાલખની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.
  • જૂનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.
  • કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.
  • કળથી 50 ગ્રામ પલાળીને સવારે મસળી ,ગાળી એ પાણી પીવાથી પથરી મટી જાય છે.
  • કળથી નો સૂપ બનાવીને તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી મટે છે.
  • મૂળા ના બી ચાર તોલા લઈ અર્ધો શેર પાણીમાં ઉકાળવા, અર્ધું પાણી બાકી રહે ત્યારે ઉતારી એ પાણી પીવાથી પથરી મટે.
  • મૂળા નો રસ 20 ગ્રામ દર ચાર કલાકે પીવાથી તેમજ સાથે મૂળાના પાંદડા ચાવીને ખાવાથી પથરી પેશાબ મારફત બાહર નીકળી જઈ છે.
  • ઘઉં અને ચણાને સાથે ઉકાળીને તેના ઉકાળામાં ચપટી સુરોખાર નાખી ઉકાળો પીવાથી પથરી ભાંગી ને ભૂકો થઈ જાય છે.
આંગળી ચીંધવાનું પુણ્ય : timbi hospital
  • મેંદી ના પાન નો ઉકાળો પીવાથી પથરી મટે છે.
  • મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડા ને બાળી તેની ભસ્મ બનાવી ચાળી ને ભસ્મ 1 ગ્રામ જેટલી સવાર સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ તથા પેશાબની અટકાયત મટે છે.
  • કાંદાના 20 ગ્રામ રસમાં 50 ગ્રામ ખાંડેલી મિસરી ભેળવીને ખાવાથી પથરી તૂટી જયને મૂત્ર દ્વારા નીકળી જાય છે.
આજે આપણે જોયું પથરી ની બીમારી વિશે જેમાં પથરી દૂર કરવાના ઉપાયો આપણે જોયા , હવે બીજા ભાગમાં આપણે પથરી ના લક્ષણો અને પથરી થવાના કારણો તેમજ પથરી નિ દેશી દવા વિશે અભ્યાસ કરીશું .

અન્ય રોગ ના ઉપચાર પણ અમારા આ kem cho gujarat ની વેબસાઈટ માં આપેલા છે.Gujarat માં આજે સૌથી વધુ જોવાયેલ વેબસીટ બની ગયા છીએ,અને આવી જ રીતે અમને મદદ કરતા રહેજો ,અમે માત્ર લોકો ની મદદ થઈ શકે હેતુ થી આ માહિતી તમારી સુધી પોહચડીયે છીએ ,કેમકે માનવ સેવા એજ પ્રભુ સેવા સમજીયે છીએ અને આપ પણ આપણા મિત્રો,સગા સબંધી સુધી આ માહિતી પોહચાડવા વિન્નતી.

આભાર

ટિપ્પણી પોસ્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું