આંજણી નો દેશી ઉપચાર | styes disease ayurvedic upchar

સ્વાગત છે તમારું ગુજરાત ના પ્રખ્યાત  kem cho gujarat માં , આજે આપણે આંખ ની બીમારી એટલે કે આંજણી ના દેશી ઉપચાર વિશે વિગતસર desi dava ની માહિતી લેશુ.

આંજણી નો દેશી ઉપચાર | styes disease ayurvedic upchar
આંજણી નો દેશી ઉપચાર

આંજણી ના ઉપચાર

કેટલીક વખત પાંપણ પર નાની ફોડલી થઇ જાય છે જેને આપણે આંજણી કહીયે છીએ,આ આંજણી ઘણી વાર વારંવાર થતી હોય છે અને ફૂટતી હોય છે,રોગી હેરાન પરેશાન થઈ જાય છે,ઘણી વખત એમાં મીઠી ખંજવાળ આવે છે.
  • આંખ ની પાંપણ અને આંજણી પર ચંદન ઘસીને બેથી ત્રણ વખત લેપ કરવાથી ઘણો ફાયદો થાય છે.
  • ધાણા અને ફુદીનાને સાથે વાટી લઇ એનો લેપ કરવાથી આંજણી મટે છે.
  • આમલી ના બીજ નો ગર પથ્થર પર ઘસી એનો લેપ કરવાથી ફાયદો થાય છે.
  • ફૂટેલા માટલાનો ટુકડો પથ્થર પર ઘસીને એનો લેપ આંજણી પર લગાવાથી ફાયદો થાય છે.
  • કેરિ અને જાંબુની ગોટલી દૂધ સાથે પથ્થર પર ઘસીને વારંવાર લાગવાથી આરામ થાય છે.
  • હળદરને પાણી અથવા દૂધ સાથે ઘસીને લેપ લગાવવાથી ફાયદો મળે છે.
  • રાતના સમયે બદામને દૂધમાં પલાળી રાખો,સવારે ચંદન સાથે ઘસીને લેપ આંજણી પર લગાવાથી ફાયદો થાઈ છે.
  • બોરનો ઠળિયો ઘસી દિવસ દરમિયાન ત્રણ ચાર વખત આંજણી પર લગાવાથી ઘણી રાહત થાય છે.

આંખ આવવી


આ રોગમાં રોગીની આંખો લાલ થઈ જાય છે, આંખમાં સખત ખંજવાળ આવે છે,આ રોગ ખાસ કરીને વસંત અને ગ્રીષ્મઋતુ માં થાય છે. આંખ માં સોજો આવી જાય છે,સાથે સાથે આંખમાં સોય ભોકાતી હોય એવી ભયંકર પીડા થાય છે.

  • ગાયના દૂધમાં રૂ પલાળી એની પર ફટકડીનું ચૂર્ણ ભભરાવી આંખ પર બાંધવાથી આંખો સારી થાય છે અને લાલાશ પણ દૂર થાય છે
  • આંખ આવી ગઈ હોય તો રાત્રે ગોળને પાણી માં પલાળી રાખો  બીજા દિવસે સવારે એ પાણી ગાળી લ્યો આ પાણી બરાબર છ વખત કપડાથી ગાળી લીધા પછી ઘણો ફાયદો થાય છે.
  • કોથમીર વાટીને કાઢી લ્યો પછી સ્વચ્છ કપડાં વડે ગણી લ્યો,આ રસના બે ટીપાં સવાર સાંજ આંખમાં નાંખવાથી દુઃખતી આંખો સારી થાય છે  તેમજ આંખના અન્ય વિકારો દૂર થાય છે.
આજે આપણે આંજણી નો ઉપચાર વિશે જોયુ,જેમાં આંજણી ની દેશી દવા જે તમને મદદ મળી રહેશે.અમારા kem cho gujarat માં તમને તમામ રોગોના આયુર્વેદિક ઉપચાર વિશે માહિતી મળી રહેશે.આ માહિતી તમારા સગા સબંધી સુધી પહોંચાડો જેથી મદદ મળી રહેશે.

આંગણી ચીંધવાનું પુણ્ય : ગરીબ અને જરૂરીયાત લોકો ની વિનામૂલ્યે સારવાર મળતી હોસ્પિટલ ,જેમાં બધી જ સુવિધા મળી રહે છે જેમાં દવા,ઓપરેશન અને રહેવા જમવા ની સગવડ મળી રહે છે,વધુ માહિતી માટે અમારા લેખ timbi hospital જરૂર વાંચો.કહેવાય છે ને કે માનવ સેવા એજ પ્રભુ સેવા એ માની ને આ મહિતી અન્ય સુધી પોહચાડો.

આભાર
ટિપ્પણી પોસ્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું